વાયુ ચક્રવાતના લીધે ડીસાના વાતાવરણમાં પલ્ટો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 11:01:54
  • Views : 662
  • Modified Date : 2019-06-12 11:01:54

અરબી સમુદ્રમાં આવેલા  વાયુ ચક્રવાતની  અસર સમગ્ર ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. ત્યારે ડીસામાં પણ વહેલી સવારથી જ વાતાવરણ વાદળ છાયું સર્જાયું હતું. જેને લીધે  લોકોએ પણ અસહ્ય ગરમીમાં રાહત અનુભવી હતી.
છેલ્લાં એક માસથી સતત અંગ દઝાડતી ગરમીની પડી રહી છે અને લોકો આ અસહ્ય ગરમી સહન કરી રહ્યા હતા. તેવામાં ડીસાવાસીઓ માટે વાયુ ચક્રવાત સારા સમાચાર લઈને આવ્યું છે. વાયુ ચક્રવાતની અસરથી ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ વાદળછાયું થઈ જતાં ડીસાના નગરજનોએ ગરમીથી રાહત અનુભવી હતી. ગતરોજ વહેલી સવારથી જ ડીસામાં આકાશ વાદળછાયું રહેતા
 તાપમાનનો પારો નીચે રહ્યો હતો.છેલ્લાં એક માસથી તાપમાનનો પારો સતત ૪૨ ડિગ્રી ઉપર રહેતા લોકો ગરમીથી અકળાઇ ગયા હતા. ત્યારે  અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટાથી લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ થી ૪૮ કલાકમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News