આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ઃૐ નમઃ શિવાયઃ ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 11:06:11
  • Views : 392
  • Modified Date : 2020-07-21 11:06:11

સનાતન હિન્દુ ધર્મના દરેક દેવી દેવતાઓના દિવસો આવતા હોય છે પણ એક મહાદેવ છે કે જેમનો આખો મહિનો આવે છે અને એટલા માટે જ તો તેમને દેવોનાદેવ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ‘કાલ ભી ઉસકા કયા કરે જો ભક્ત હો મહાદેવ કા' દેવાધિદેવ મહાદેવને શ્રાવણ મહિનો અતિ પ્રિય છે એટલે ભોળાનાથનો પ્રિય મહિનાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે..
શ્રાવણ સુદ એકમથી લઈને શ્રાવણ વદ અમાવસ સુધી શ્રાવણ માસ ચાલશે. આ એક મહિનાના સમયગાળા દરમિયાન શિવભક્તો અનેકવિધિ રીતે ભોળાનાથને રિઝવવાનો પ્રયત્ન કરશે ભોળાનાથને અભિષેક પસંદ છે વિવિધ પ્રકારના દ્રવ્યોથી ભોળાનાથનો અભિષેક કરવાથી મનની ઈચ્છાઓ
પૂર્ણ થાય છે પ્રાતઃ કળામાં
પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે ભગવાન ભોળાનાથના દર્શન અને જળ ચડાવવાથી પણ મહાદેવ ખુશ થાય છે આ એક મહિના દરમિયાન ૐ નમઃ શિવાય નામની માળા કરવી જોઈએ કાલાવહાલા હરિને વ્હાલા એમ ભગવાન ભોળાનાથના કાલાવ્હાલા કરવા અને શક્ય બને તો બ્રાહ્મણ દ્વારા શિવજી ઉપર બિલ્વપત્ર ચડાવવા જોઈએ રોજ હાજર રહી ન શકો તો સંકલ્પ કરીને બિલ્વપત્ર ચડાવવા જોઈએ એક ચોક્કસ સંકલ્પ અને નિયમ પ્રમાણે કરેલ
શિવપૂજાનું વિશેષ ફળ મળે છે.

Download Our B K News Today App



Related News