થરાદ ખાતે પરપ્રાંતીયને બીજા દિવસે પણ વતન ના મોકલાતા નિરાશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-12 12:16:01
  • Views : 615
  • Modified Date : 2020-05-12 12:16:01

થરાદ શહેરમાં રહેતા
પરપ્રાંતીય લોકો તેમના માદરે વતનમાં જવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા જણાવવામા આવ્યુ હતુ કે તમામ લોકો એસટી બસ સ્ટેશન થરાદ ખાતે બપોરના બાર વાગ્યા પહેલાં પહોંચી જવુ અને
પરપ્રાંતીય લોકો તેમના માદરે વતન જવાની ખુશી સાથે થરાદ બસસ્ટેન્ડ પહોંચ્યા હતા અને બસમાં બેસવાની તૈયારી કરી રહયા હતા. ત્યારે છેલ્લી ઘડીએ તંત્રના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આગળથી હમણાં બે દિવસ સુધી વતન મોકલવાની વ્યવસ્થા થઇ શકે તેમ નથી. બે દિવસ પછી તમામને તેમના વતનમાં મોકલવામાં આવશે. ત્યારે ઉતરપરદેશ જવા ઉમટી પડેલા બસો ઉપરાંતના લોકોએ બીજા દિવસે પણ નિરાશા વ્યક્ત કરી હતી. તેમના પરિવારો તથા નાના બાળકો સાથે ઉનાળાના બળબળતા તાપમાં નિરાશ થઈ અને તેમની હૈયાવરાળો ઠાલવી ને જણાવ્યું હતું કે જવાબદાર નગરપાલિકા થરાદના તંત્ર દ્વારા અમને છેલ્લા બે દિવસથી મામલતદાર કચેરી અને એસટી બસસ્ટેન્ડ થરાદ સુધી અમારા બિસ્તરા પોટલાં તથા ઘરવખરી સાથે બોલાવીને વતનમાં મોકલવા મોકલવાના બહાના હેઠળ ખોટી રીતે અમને હેરાન પરેશાન કરાઇ રહ્યા છે. હવે અમે અહીથી પાછા હટીશું નહી. કાં તો અમને અમારા વતનમાં મોકલો કાં તો અમને ઝેર આપી દો ની રકઝક તંત્ર  સાથે થઈ હતી. તે દરમ્યાન થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઇ નાઇ આવી પહોંચ્યા હતા અને તેમને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ સમજ્યા ન હતા. ત્યારે નાયબ કલેક્ટરે
પરપ્રાંતીય પાંચ લોકો સાથે તેમની કચેરી બોલાવ્યા હતા. નાયબ કલેક્ટર બોડાણા તથા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ આબાભાઇ સોલંકી તથા હાજાભાઇ રાજપૂતની
ઉપસ્થિતીમાં પરપ્રાંતીય લોકોને સમજાવવામાં આવ્યા હતા અને બે દિવસ સુધીમાં તમને તમારા વતનમાં મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતુ અને તમામ
પરિવારોને રાશનકીટો આપવામાં આવશે. આમ તંત્ર ની હૈયાધારણા મળી રહેતા
પરપ્રાંતીયોને તેમના બિસ્તરા
પોટલાં તથા ઘરવખરી સાથે થરાદ શહેરમાં પરત જવું પડયું હતું.

Download Our B K News Today App



Related News