બનાસકાંઠામાં લોકડાઉનમાં ફસાયેલા ૮૦૦ લોકોને વતન મોકલ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-28 11:33:21
  • Views : 1339
  • Modified Date : 2020-04-28 11:33:21

બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનના કારણે ફસાયેલા રાજસ્થાનના ૮૦૦ લોકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ આ તમામ લોકોની આરોગ્યની તપાસ કરી, સ્ક્રિનિંગ કરી રાજસ્થાન સરકારને સોંપ્યા હતા.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાયો છે. સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત થતા જ દરેક રાજ્યમાં રહેતા પરપ્રાંતીય લોકો પોતાના માદરે વતન જવા માટે નીકળી પડ્‌યા હતા. ત્યારે ગુજરાતમાં
પણ અલગ-અલગ વિસ્તારમાં રહેતા રાજસ્થાની લોકો પોતાના વતન તરફ જવા માટે નીકળ્યા હતા. પરંતુ અમીરગઢ બોર્ડર
પર રાજ્યની બોર્ડર સીલ હોવાના કારણે આ તમામ લોકો ત્યાં ફસાઈ ગયા હતા. આવા રાજસ્થાનના અલગ અલગ વિસ્તારના ૮૦૦ લોકોને અમીરગઢ બોર્ડર પર જ પકડી કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારે બે દિવસ અગાઉ જ બનાસકાંઠા અને શિરોહી જિલ્લાના અધિકારીઓએ બેઠક કરી આવા લોકોને તેમના વતન મોકલવા માટેનો પ્લાન તૈયાર કર્યો હતો. જે મુજબ અમીરગઢથી અલગ-અલગ ૧૦૦ બસોમાં આ ૮૦૦ લોકોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા.
અમીરગઢ પોલીસે આ તમામ લોકોના આરોગ્ય તપાસ કરી સ્ક્રીનિંગ કરી, સોશિયલ ડિસ્ટન્સ સાથે બસમાં બેસાડીને રાજસ્થાન સરકારને સોંપ્યા હતા.
એક મહિના બાદ કોરોન્ટાઇનમાંથી મુક્તિ મેળવી પોતાના વતન જતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News