અંબાજી શેલ્ટર હોમ ખાતે રહેલા ૨૦૩ લોકોને વતન મોકલાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-29 12:20:05
  • Views : 493
  • Modified Date : 2020-04-29 12:20:05

કોરોના વાયરસની મહામારી વચ્ચે  ભારત દેશમાં તમામ શહેરો  અને ગામો ૩ મે સુધી લોકડાઉન હોઈ આ સમય ગાળામાં ગુજરાતથી પોતાના વતન તરફ જતા વિવિધ શ્રમિકો અને પોતાના પરિવાર સાથે જતા લોકો ફસાઈ જતા તેમને વિવિધ જગ્યા પર શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અહીં શેલ્ટર હાઉસ બનાવેલા હોઈ ગુજરાત સરહદથી રાજસ્થાન સરહદ પર પકડાયેલા લોકોને અંબાજી શેલ્ટર હોમ ખાતે જમવા અને રહેવાની સુવિધા સાથે રાખવામા આવ્યા હતા. ત્યારે ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે સમજૂતી થતા અંબાજી ખાતે રાજસ્થાનના ૨૦૩ લોકોને અમીરગઢ સુધી એસટી બસો દ્વારા મોકલવામાં આવ્યા હતા. સાત એસ.ટી. બસો દ્વારા તમામ લોકોને સેનીટાઈઝ કરી મોકલવામાં આવ્યા. દાંતા પ્રાંત અધિકારી અને મામલતદારની અધ્યક્ષતામાં મોકલવામા આવ્યા હતા.


Download Our B K News Today App



Related News