ડીસા તાલુકાના આસેડા ગામે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 12:04:23
  • Views : 188
  • Modified Date : 2022-06-15 12:04:23

ડીસા તાલુકાના આસેડા ગામે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરાઈ

 

હિન્દુ ધર્મમાં વ્રત નું એક આગવું મહત્વ રહેલું છે ત્યારે આજે વટ સાવિત્રીનું વ્રત ની ઉજવણી સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવે તે જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામ ખાતે પણ કન્યાઓ અને મહિલાઓ દ્વારા વટ સાવિત્રીનું વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી.

 

ન્દી પંચાગ પ્રમાણે વટ સાવિત્રી વ્રત કરવાનો દિવસ એટલે જેઠ વદ અમાસ. મહિલાઓ તેમના પતિના લાંબા જીવન માટે આ વ્રત કરે છે. વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સુહાગણો તેમના પતિના લાંબા જીવન અને સ્વસ્થ જીવન માટે આ ઉપવાસ રાખે છે. અપરિણીત છોકરીઓ પણ આ ઉપવાસ કરે છે.આ વ્રતમાં વટ વૃક્ષને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે બ્રહ્મા વડના ઝાડના મૂળમાં, મધ્યમાં વિષ્ણુ અને સામે શિવમાં રહે છે. દેવી સાવિત્રી પણ આ વૃક્ષમાં વસે છે. તેથી વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વટના ઝાડની પરિક્રમા કરે છે અને 108 વખત કાચું સૂતર વીંટે છે. આ પછી બધી મહિલાઓ એકસાથે બેસીને સાવિત્રીની કથા સાંભળે છે. કથા સાંભળીને પણ બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને પતિની મુશ્કેલીઓ દૂર થાય છે. ત્યારે આજે ડીસા તાલુકામાં પણ કુવારી કન્યાઓ અને મહિલાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ શંકર ભગવાનના મંદિરે આજે મહિલાઓ અને કુમારી કન્યાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી

Download Our B K News Today App



Related News