ધાનેરા પાલિકાની વેરા વસુલી માટે કરાઇ લાલ આંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 11:51:02
  • Views : 264
  • Modified Date : 2021-03-20 11:51:02

ધાનેરા નગરપાલિકા દ્વારા વેરા વસુલી માટે અનેકવાર જાણ કરવા છતાં પણ જે લોકો વેરા ભરતા ન હતા તેવા લોકોના

પાણી ના નળ કનેકશન કાપવા માટે ચિફ ઓફિસર દ્વારા નક્કી કરવામાં આવતા ધાનેરા નગરપાલિકાની વેરા વિભાગની  ટીમ દ્વારા સાત વોર્ડમાં સાત ટીમો બનાવીને વેરા વસુલીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને આ બે દિવસમાં ૨૦ જેટલા લોકોએ વેરા ન ભરતા તેમના પાણીના નળ કનેકશન કાપવામાં આવતા અન્ય વેરા બાકીદારમાં ફફડાટ ફેલાયો છે. તેમજ કનેકશન
કાપવા જતાં લોકો પોતાનો બાકી વેરો સ્થળ ઉપર પણ ચુકવવા લાગ્યા હતા. આ અંગે વેરા વસુલાત કરતા અધિકારી કિશોરભાઇ બારોટે જણાવેલ કે ૩૦૦ જેટલા લોકોના વેરાઓ બાકી છે અને તેમને અનેકવાર લેખીત નોટીસો આપવા છતાં ન ભરતા હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને આ કાર્યવાહી ચાલુ કરતાં લોકો પણ વેરા ભરવા માટે આવી રહ્યા છે. હાલ સુધીમાં ૨૦ કનેકશન કપાયા છે અને હજુ પણ કાપવાના ચાલુ છે.

Download Our B K News Today App



Related News