વીજ કંપની દ્વારા ફિકસ ચાર્જ પેટે કરોડો રૂપિયા વસુલાતા ખેડૂતોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 10:44:21
  • Views : 293
  • Modified Date : 2021-03-26 10:44:21

ખેતી અને પશુપાલન આધારિત જીવન ગુજરાન ચલાવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનંુ આર્થિક શોષણ થઈ રહ્યું છે. જેમાં ખેડૂતો દ્વારા યુજીવીએલ પાસેથી ખેતી માટે ખરીદી કરાયેલા કૃષિ વીજ કનેક્શનોને મીટર પ્રથા અમલી કરણ કરાયા બાદ ખેડૂતો પાસેથી મીટર કનેક્શનના ફિકસ ચાર્જ પેટે દર મહિને કરોડો રૂપિયા વસૂલ કરવામાં આવી રહ્યા હોવાને લઇ ખેડૂતોમાં ઉગ્ર વિરોધ જાેવા મળી રહ્યો છે. યુજીવીસીએલ દ્વારા ખેડૂતોના કૃષિ વીજ જાેડાણ મીટરના ફિક્સ ચાર્જ પેટે દર મહિને પ્રતિ હોસપાવર ૨૦
રૂપિયા વસુલાત કરવામાં આવી રહ્યા છે જેને લઇ દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાએ પણ વિધાનસભા ગૃહમાં વિજમીટર બાબતે પ્રશ્ન મુકી રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News