વાસરડા ગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડતી વાવ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 12:14:21
  • Views : 531
  • Modified Date : 2019-07-26 12:14:21

પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ બનાસકાંઠા પાલનપુરનાઓએ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા સુચના કરતા તથા મદદનીશ પોલીસ અધિક્ષક  અજીત રાજીયાણની સુચના હેઠળ તથા  જી.કે.જાડેજા પો.સ.ઇ. વાવનાઓના માર્ગદર્શન હેઠળ  ઇશ્વરભાઇ ગજાભાઇ, સેધાભાઇ વજાભાઇ, અમરસિંહ ભુરસિંહ, કિરણભાઇ હીરાજી પો.સ્ટાફના માણસો વાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાસરડા ગામે આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે વાસરડા ગામના જયસંગજી જીલુભા વાઘેલા (દરબાર) રહે-વાસરડા તા-વાવ  વાળો તેમના ખેતરમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જે હકિકત આધારે જયસંગજી જીલુભા વાઘેલા (દરબાર) વાળાના રહેણાંક વાળા ખેતરે જતા ઘરે હાજર મળી આવતા સાથે રાખી ખેતરમાં તપાસ કરતા જમીનમાં ખાડો ખોદી દાટેલ ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નગ-૨૫૪ કિં.રૂ.૨૫,૪૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી જયસંગજી જીલુભા વાઘેલા (દરબાર) રહે-વાસરડા તા-વાવ  વાળો પકડાઇ ગયેલ મજકૂર વિરૂધ્ધમાં વાવ પો.સ્ટે. પ્રોહી.એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News