વાસણી દૂધ મંડળીમાં ફેટ મામલે ગ્રાહકોનો હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-19 17:40:23
  • Views : 1020
  • Modified Date : 2020-01-19 17:40:23


 

(પ્રતિનિધિ) ગઢ

પાલનપુર તાલુકાના વાસણી ખાતે આવેલી દૂધ મંડળીમાં દૂધના ફેટને લઈને દૂધ ગ્રાહકો મંડળી ખાતે જઈ હોબાળો કર્યો હતો અને ફેટ ઓછા આવવાની રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં દુધ ગ્રાહકો એકત્ર થયા હતા અને ફેટ ઓછા આવતા હોવાની ફરિયાદ કરી હતી. દૂધ ગ્રાહકો દ્વારા ફેટને લઈ પડતી સમસ્યાનો હલ આવે તે માટેની રજૂઆતો કરવામાં આવી હતી. 

આ અંગે વાસણી દૂધ મંડળીના મંત્રીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં અમારી મંડળીમાં ફેટ મશીન ખરાબ થવાથી એક દિવસ માટે સમસ્યા ઉભી થઈ હતી. પરંતુ અમોએ તત્કાલીન બનાસડેરીમાં જઈ મશીન 

રીપેર કરાવતા આ સમસ્યાનો હલ બીજા જ દિવસે થઈ ગયો હતો અને હાલમાં મશીન બરાબર ચાલી રહ્યા છે.  


Download Our B K News Today App



Related News