બનાસકાંઠા જિલ્લા પંચાયતનું વાર્ષિક બજેટ પસાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 11:08:02
  • Views : 408
  • Modified Date : 2021-03-23 11:08:02

બનાસકાંઠા જિલ્લા
પંચાયતની સાધરણસભા આજે પાલનપુર ખાતે જિલ્લા
પંચાયતના હોલમાં યોજાઈ હતી. અંદાજિત ૨૦ કરોડના આ બજેટમાં શ્રમકાર્ય અંતર્ગત મનરેગાનું બજેટ વધારીને ત્રણ ગણું કરાયું છે. સાથોસાથ શાળાઓમાં  દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પર પણ ભાર અપાયો હતો.  આમ  જિલ્લા પંચાયત ખાતે જિલ્લાનું વર્ષ ૨૦૨૧-૨૨ નું સામાન્ય બજેટ બહુમતીથી પસાર કરવામાં આવ્યું.
આ બજેટ સામે વિપક્ષોએ અનેક સવાલો ઉઠાવ્યા છે. અહીં તેમની વાત ન સાંભળતાં વિપક્ષ દ્વારા મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. બજેટમાં ૧૨ કરોડ સ્વંભંડોળની આવક અને ૮ કરોડની ઉઘડતી સિલક સાથે  કુલ ૨૦ કરોડનું બજેટ પસાર થયાનું જણાવ્યું હતું.
અહીં ઉલ્લેખ જરૂરી છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાશન છે. જેની બજેટ ચર્ચા માટેની સાધરણસભા  
પાલનપુર ખાતે જિલ્લા
પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી. આ બજેટ બેઠકમાં બજેટ પહેલાં સભ્યોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરાતાં વિપક્ષના નેતા દિનેશભાઈ દવેએ જાહેરાતો
પાછળ કરાતા ખોટા ખર્ચાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત શાસક પક્ષનાં મહિલા સભ્ય લક્ષ્મીબેને કુદરતી આપત્તિ સમયે લોકોને સહાય કરવા બજેટમાં કોઈ રકમની ફાળવણી કરાઈ છે કે નહીં તે અંગે સવાલોનો મારો વરસાવ્યો હતો.

Download Our B K News Today App



Related News