બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 11:06:29
  • Views : 587
  • Modified Date : 2019-11-13 11:06:29

 બનાસકાંઠા જિલ્લામાં કુદરત ખેડૂતોને ખેતી છોડાવવા માંગતી હોય તેમ એક પછી એક માર આપી રહી છે. ત્યારે દેવદિવાળીના આગળના દિવસે  ડીસા તાલુકામાં ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદને લીધે ડીસામાં બટાટાની ખેતી કરતાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂત આ નુકસાનમાંથી કઈ રીતે બહાર નીકળશે તે કહેવું મુશ્કેલ છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે લાચાર બની ગયા છે. છેલ્લાં પાંચ વર્ષથી ખેતીમાં નુકસાનીનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે હવે
પરિસ્થિતી ખુબ જ દયનીય બની ગઈ છે. સતત નુકસાનીનો માર સહન કરી રહેલા ડીસાના ખેડૂતોએ આ વર્ષે પણ ૧૦૦૦ થી ૧૧૦૦ રૂના ભાવનું બટાટાનું બિયારણ લાવી વાવેતર કર્યુ હતું. પરંતુ ખેડૂતો માટે દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ જ યમદૂત સમાન બનીને આવેલા વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાંખી છે. વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રિના સમયે અચાનક વરસાદ તૂટી
પડતાં ખેડૂતોને પડતાં પર પાટુ લાગવા જેવી સ્થિતિ સર્જાવા
પામી છે. આ વર્ષે દિવાળી બાદ પણ વરસાદી માહોલ રહેતા ખેડૂતો બટાટાનું વાવેતર કરવામાં વિલંબ કરી રહ્યા હતા. પરંતુ તેમ છતાં સમય વિતતો હોવાથી ખેડૂતોએ દિવાળીના દશ દિવસ બાદ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી અને વાતાવરણ ચોખ્ખું હોવાના લીધે ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી બિયારણને કાપીને વાવેતરની તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ ખેડૂતો પર કુદરત બરાબરની રૂઠી હોય તેમ ખેડૂતો બિયારણ કાપ્યા બાદ વાવેતરની શરૂઆત જ કરવા જઇ રહ્યા હતા તે દરમ્યાન જ અચાનક સોમવારે રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતાં ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ નાશ થઈ ગયું છે. અત્યારે તમે જોઈ શકો છો બિયારણના શુ હાલ થયા છે. આ મોંઘા ભાવનું બિયારણ અત્યારે સડી ગયું છે અને ફૂગ લાગી ગઈ છે. જેથી હવે આ બિયારણ નકામું બની જતાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.   ડીસામાં વર્ષોથી બટાટાની ખેતી કરતાં ખેડૂતો
પણ આ વર્ષે કુદરતના ખેલથી
પરેશાન થઈ ઉઠ્‌યા છે અને ખેડૂતોને જે રીતે કુદરતની માર પડી રહી છે તે જોતાં કુદરત આગામી સમયમાં ડીસાના ખેડૂતોને ખેતી છોડવશે.

Download Our B K News Today App



Related News