વડાવળ પાટિયાથી પુનમાજીની ધાણી જતા રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 11:48:08
  • Views : 652
  • Modified Date : 2019-08-19 11:48:08

ડીસા ભીલડી રોડ પર આવેલા વડાવળ પાટિયાથી એક કિલો મીટર અંદર આવેલી
પુનમાજીની ધાણી પ્રાથમિક શાળાએ જતો રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા શાળાએ જતા વિદ્યાર્થીઓને
પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે
દર વર્ષે ચોમાસુ સીઝનમાં આ રસ્તો પાણીથી લબાલબ ભરાઇ જતો હોવાથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો
પડતો હોય છે રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાઓને જોડતા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ વડાવળ પાટિયાથી માત્ર એક થી દોઢ કિલોમીટર અંતરે આવેલ પુનમાજીની ધાણી પ્રાથમિક શાળામાં જતો રસ્તો કાચો હોવાથી મસમોટા ખાડા
 પડી ગયા પામ્યા છે. જેમાં વરસાદી પાણી ભરાતા રસ્તા ચાલુ મુશ્કેલ થઈ પડયું છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પાણીમાંથી ચાલવા મજબૂર બનવું પડી રહ્યું છે. ઘણીવાર તો વિદ્યાર્થીઓ
પાણીના ખાડામાં પડી જતા હોવાથી પોતાના કપડા સહિત
પુસ્તકો પણ પલડી જતા હોય છે રસ્તામાં પાણી ભરાવાથી શાળામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે આ માર્ગ વડાવળથી ઢેઢાલ ગામને જોડતો ત્રણ કિલોમીટરનો કાચો રસ્તો છે. જેથી રાજ્ય સરકાર દ્વારા જો આ રસ્તાને પાકો બનાવવામાં આવે તો આ બંને ગામો સહિત ભીલડીથી થરાદ હાઈવેને જોડતો પણ સીધો રસ્તો બને તો આજુબાજુના ૩૦થી વધુ ગામોને તથા આ શાળાને પણ ઉપયોગી થઇ શકે છે. ત્યારે ડીસાના જાગૃત ધારાસભ્ય શશીકાંત પંડયા સહિત માર્ગ અને મકાન વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા પંચાયત ખાતુ આ બાબતે ધ્યાન આપી પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News