થરાદ તાલુકાના ગામોમાં એક મહિનો થવા છતા વરસાદી પાણી ભરેલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 11:25:41
  • Views : 567
  • Modified Date : 2019-09-03 11:25:41

આ વર્ષે ૨૯/૦૭/૨૦૧૯ના રોજ પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે થરાદ તાલુકાના ખાનપુર નાગલા ડોડગામના રેલ વિસ્તારમાં ભરાયા વરસાદી
પાણી  ૧ મહિનો વિતવા છતાં ભરાયા છે. નાગલા ગામની અંદર અને ખાનપુર અને ડોડગામના રેલ વિસ્તારના અંદાજીત ૩૦૦થી ૪૦૦ હેકટરની અંદર ૪ થી ૫ ફુટ
પાણી પડયુ છે પાણીના કારણે મચ્છર જન્યો રોગો થવાની
પુરેપુરી સંભાવના છે. સરકાર દ્વારા પાણી નિકાલની કામગીરી નહી કરાય તો ખેડૂતોને શિયાળુ સિઝન પણ નહી લેવાય અને ખેડૂત દેવામાં ડુબી મરશે. ત્રણ ત્રણ વખત પુર આવવા છતાં સરકાર દ્વારા પાણીના કાયમી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ૨૦૧૫ અને ૨૦૧૭ મા જયારે પુર આવ્યુ તયારે સરકાર દ્વારા ખેડૂતોને બસ આશીર્વચન
આપવામાં આવ્યા પણ કોઈ
 પાણી નિકનની કામગીરી ન કરી જ્યારે ૨૦૧૯ માં પાણી ભરાયા ત્યારે પણ અગાઉની માફક જિલ્લા કલેક્ટર દ્વારા આ ત્રણેય ગામોની મુલાકાત લેવામા આવી અને કહેવામાં આવ્યુ કે ૧૦ દિવસ સુધીમાં યોગ્ય પગલાં લેવાશે પણ હજી સુધી કોઈ પણ પ્રકાર કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. આથી ખાનપુરના ખેડૂત કિરણભાઈએ જણાવ્યું હતું કે જો પાણી નિકાલની કામગીરી ન કરાય તો આ વખતની
પેટાચૂંટણીનો બહિષ્કાર કરીશુ. સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરવામાં આવે છે ત્યારે ખેડૂતાએ જણાવ્યું હતું કે  સરકારનો વિકાસ અને ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે.  સરકાર દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને ખાનપુર, નાગલા અને ડોડગામ આ ત્રણ ગામના ખેતરોના હજારો વૃક્ષો બળી રહ્યા છે તો કોઈ પાણી નિકાલની  વ્યવસ્થા કરવામાં આવતી નથી. જ્યારે નાગલા ગામના ખેડૂત કમલેશભાઈ દ્વારા જણાવ્યું હતું કે તેમના ગામમાં આજ દિન સુધી વરસાદી પાણી ખેતરોમાં પડયા છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં ફક્ત વાયદાઓ આપે છે. પણ કાયમી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી જો તેમના ગામના તળાવોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે તો કદાચ વરસાદી પાણી ઓસરી શકે છે.
બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલને આવેદનપત્ર આપીને ત્રણ ગામના લોકોએ રજૂઆત કરી પણ સંસદ  દ્વારા કોઈ વાત ધ્યાનમાં લેવામાં આવી નથી.  હવે ખેડૂતો કોની પાસે રજુઆત કરે ?  કયારે પાણીનો નિકાલ થશે એના પર ખેડૂતો મુજવણમાં છે.

Download Our B K News Today App



Related News