કાળઝાળ ગરમી બફારા વચ્ચે કાંકરેજ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-19 11:33:02
  • Views : 473
  • Modified Date : 2019-06-19 11:33:02

ગુજરાત પર છેલ્લાં
આઠ-દસ દિવસથી “વાયુ” વાવાઝોડાનો ખતરો મંડરાયેલો હતો. પરંતુ ૧૬૦૦ કિ.મી. લાંબા આ પ્રદેશમાં “વાયુ” ઢીલુ પડયુને સરકારની જાગૃતતાના કારણે દરીયામાં જ “વાયુ”નો પરમોટો હવા વિહીન બન્યોને કેન્દ્રીય હવામાન વિભાગે
ગુજરાતને ઈમેલ મેસેજ કરીને તા. ૧૭-૬-૨૦૧૯માં સંદેશો પાઠવ્યો હતો કે આગામી ૨૪ કલાક બનાસકાંઠા સહિતના કેટલાંક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શકયતા છે. જેના પગલે અરબી સમુદ્રના કિનારે “વાયુ” વાવાઝોડા પર નજર રાખી રહેલ એન.ડી.આર.એફ.ની કેટલીક ટીમો બનાસકાંઠા કચ્છના કેટલાંક ભાગોમાં અગમ ચેતીના પગલાં રૂપે ઉતરી પડી હતી. ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકાના કાળઝાળ
ગરમી-બફારા વચ્ચે આકાશમાં ઘાટો વાદળી રંગજે વાદળો ગોરંભાતાં ઉનાળુ બાજરી સહિતના પાક લેવામાં ખેડૂતોએ ઝડપ વધારી હતી હવે ચોમાસુ માહોલ જામશે તેવો વર્તારો કેટલાંક અનુભવ વડીલો કરતા હતા. આ બધા વચ્ચે કાંકરેજ તાલુકાના થરા આજુબાજુના વિભાગમાં મેઘરાજા
અવાર-નવાર હળવા અમી
છાંટણા કરી ડામર આર.સી.સી. રોડ ફળીયાં ધાબા ભીના કરતાં લોકોએ ગરમી-બફારામાં છુટકારો મેળવવા પ્રયત્ન કર્યો હતો. તો હળવા ઝાપટાં સાથે થોડો પવન આવી જાય તો વીજ પુરવડો ખારેવાઈ જતો હતો.
મેઘરાજાની ધીમી ધારે પધરામણીથી ખેડૂતો-પશુ પાલકોને અબોલ જીવો નાના ભૂલકાંના ચહેરા પર ખુશીનો માહોલ જાવા મળતો હતો.
કાંકરેજ તાલુકાના થરા નગર પાલિકામાં જાહેર રસ્તાના ફૂટપાથની ત્રણ ફૂટ ઉડી ગટરોની સફાઈ ન થતાં ભારે દુર્ગધ મારતી હતી. 

Download Our B K News Today App



Related News