બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 11:22:10
  • Views : 732
  • Modified Date : 2019-08-28 11:22:10

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તરગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં મંગળવારે બનાસકાંઠા જીલ્લામાં વાતાવરણ પલટાયું હતુ. અને
પૂર્વ વિસ્તારમાં પાલનપુર, અમીરગઢ, ડીસાપંથકમાં હળવાથી ભારે ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પણ ચોમાસુ નિષ્ફળ જઇ રહ્યું છે. જીલ્લાના કેટલાક વિસ્તારોને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં નહિવત વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ
પડ્‌યો નથી. નદી- નાળા કોરા ધાકોર ભાસી રહ્યા છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે વાતાવરણમાં પલટો નોંધાયો હતો. જ્યાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચઢી આવ્યા હતા. અને સાંજના સુમારે
પાલનપુર, અમીરગઢ તો સવારના સુમારે ડીસાપંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદના
પગલે ખેતીના મુરજાતા પાકોને જીવતદાન મળી જતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News