બનાસકાંઠા જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 11:42:51
  • Views : 785
  • Modified Date : 2019-09-01 11:42:51

બનાસકાંઠા જિલ્લામાં  લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડતાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.
બનાસકાંઠામાં શનિવારે ફરી વરસાદી માહોલ જામ્યો હતો વિરામ બાદ ગતરોજ વહેલી સવારથી જ બનાસકાંઠામાં છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો. અમીરગઢ, ઇકબાલગઢ,
પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા તો લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં જ એકંદરે વરસાદ ઓછો પડયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વરસાદ શરૂ થતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી. જ્યારે સામાન્ય વરસાદી ઝાપટા ના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડ્‌યો હતો. પરંતુ વરસાદના કારણે ખેડૂતોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ વધુ સારો વરસાદ થાય તે માટે ધરતીપુત્રો વરુણ દેવને પ્રાર્થના કરી રહ્યા છે.
ડીસા શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમા ભારે ઉકળાટ જોવા મળી રહ્યો હતો. ત્યારે શ્રાવણ માસની વિદાય થતા જ  ભાદરવા માસના પહેલાં દિવસે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતા બપોરના સમયે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને એકાદ કલાકમાં દોઢેક ઈંચ વરસાદ ખાબકતા ડીસા શહેરના એસ.સી ડબલ્યુ. હાઈસ્કૂલથી લાઠી બજાર જતા જાહેર માર્ગ
પર ઢીંચણ સમા પાણી ભરાયા હતા. જેના લીધે શાળાઓમાંથી છુટતા વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ મુશ્કેલીઓમાં મુકાયા હતા.
શનિવારે ધાનેરા તાલુકા તેમજ રાજસ્થાનના રાણીવાડા તાલુકામાં સારો વરસાદ થતાં ખેડુતોમાં ખુસી જોવા મળી હતી જેમાં રાજસ્થાનમાં ભારે વરસાદના લીધે રેલનદીમાં
રાજોડા સુધી પાણી આવતા ખેડતો ખુસ જોવા મળ્યા હતા ત્યારે બીજી તરફ ધાનેરા શહેરમાં અડધો કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ પડતા ધાનેરાની તમામ ગટરઓ ઉભરાઇ જવા પામી હતી અને ગટરના ગંદા પાણી રસ્તાઓ ઉપર રેલાતા શહેરમાં ગંધકીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે જુના બસસ્ટેન્ડ અનેર સરકારી હોસ્પીટલમાં ઘુંટણસમા પાણી જોવા મળ્યા હતા જેથી સરકારી હોસ્પીટલના ડોક્ટરના મકાનમાં પાણી વળી ગયા હતા. ત્યારે જુના બસસ્ટેન્ડથી પસાર થતા નાના નાના વાહનો બંધ પ્ડી જતાં લોકોને દોરીજે લઇ જવા પડ્‌યા હતા. ત્યારે તાલુકાના કેટલાક ગામડાઓમાં વરસાદ ન હોવાથી કોરા ધકોર જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News