પાલનપુર પંથકમાં ભારે વરસાદી ઝાપટું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 12:10:43
  • Views : 606
  • Modified Date : 2019-09-05 12:10:43

પાલનપુર પંથકમાં બુધવારે સાંજના સુમારે  એકાએક વાદળો ચડી આવ્યા હતા. જ્યાં વીજળીના ચમકારા અને મેઘ ગર્જના તેમજ પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. અડધો કલાક સુધી પડેલા ભારે વરસાદી ઝાપટાના પગલે
પાલનપુર- આબુ હાઇવે ઉપર સાંઈબાબા મંદિર નજીક પાણી ભરાઈ જતાં વાહન-ચાલકો અટવાઈ ગયા હતા.
બનાસકાંઠામાં ભાદરવા મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યાં છેલ્લાં ત્રણ દિવસથી પૂર્વ પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બે દિવસ દરમિયાન અમીરગઢ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું પડ્‌યું હતું. જે બાદ બુધવારે સાંજના સુમારે
પાલનપુરના પંથકમાં એકાએક વાદળો ચડી આવ્યા હતા. જ્યાં વીજળીના ચમકારા અને મેઘ ગર્જના તેમજ પવન સાથે
વરસાદ તૂટી પડયો હતો. અડધો કલાક સુધી પડેલા ભારે વરસાદી ઝાપટાના પગલે પાલનપુર- આબુ હાઇવે ઉપર સાંઈબાબા મંદિર નજીક પાણી ભરાઈ જતાં વાહન-ચાલકો અટવાઈ ગયા હતા. એક કલાક સુધી માર્ગ બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અહીંયા તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News