પાલનપુર પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું ખેડૂતો ચિંતિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 11:18:57
  • Views : 431
  • Modified Date : 2019-11-03 11:18:57

રાજ્યમાં મહા વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ થયું છે. ત્યારે બનાસકાંઠામાં શુક્રવારે વાતાવરણ પલટાયું હતું. જ્યાં
પાલનપુર પંથકમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા.  અને  કમોસમી વરસાદ થતાં ખેતીના પાકોને વ્યાપક નુકશાન થાય તેવી ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
બનાસકાંઠામાં આ વર્ષે ચોમાસાના પ્રારંભમાં નહિવત વરસાદ થયો હતો જોકે, પાછોતરા ધોધમાર વરસાદે ખેતીના પાકોને નુકશાન પહોચાડ્‌યું હતું. છેક નવરાત્રી સુધી વરસાદ થયો હતો. દરમિયાન નવા વર્ષમાં કુદરતી આફતો નહિ આવે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા હતા. પરંતુ દીપાવલીના પર્વમાં જ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. આટલું પૂરતું ન હોય તેમ હવે મહા વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠામાં શુક્રવારે વાતાવરણ પલટાયું હતું. જ્યાં પાલનપુર પંથકમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અને કમોસમી વરસાદ થતાં  રાયડો, વરીયાળી, કપાસ, મગફળી, જીરૂના પાકને વ્યાપક નુકશાન થાય તેવી ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.


Download Our B K News Today App



Related News