સાર્વત્રિક વરસાદથી રાજ્ય સરકારે 21 તાલુકા અછતમુક્ત કર્યા જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 18:50:05
  • Views : 673
  • Modified Date : 2019-07-29 18:50:05

રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થયો છે. ત્યારે સરકારે અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકોઓ માટે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે સરકારે અછતગ્રસ્ત જાહેર કરાયેલા 21 તાલુકાને અછતમુક્ત જાહેર કર્યા છે. તેમજ આવતીકાલે વધુ 3 તાલુકાને અછતમુક્ત જાહેર કરશે. રાજ્ય સરકારે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. જો કે, 125 મીમી કરતા વધુ વરસાદવાળા તાલુકાઓને અછતમુક્ત જાહેર કરાયા છે. આથી અછતમુક્ત તાલુકાઓને અછતની સહાય મળતી બંધ થશે. હવે 30 તાલુકા અછતગ્રસ્ત છે, ત્યારે આગામી સમયમાં વધુ કેટલાક તાલકાઓને અછતમુક્ત કરવામાં આવશે.
રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ચારે કોર મેઘારે મહેર વરસાવી છે. રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડામાં કપરાડામાં 2.5 ઈંચ, ધરમપુરમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો પારડી 2 ઇંચ અને ધ્રોલમાં પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકાઓની વાત કરવામાં આવે તો ચોટીલામાં 3 ઇંચ, રાજકોટમાં 2 ઇંચ, નાંદોદમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ધોળકા, નેત્રંગ, ખેરગા અને ધ્રોલમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઓછા વરસાદને લઇને રાજ્ય સરકારે 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં હતા. ત્યારે હવે દ.ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની પધરામણી થઇ ચૂકી છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યાર હવે રાજ્ય સરકારે જાહેર કરેલા 51 તાલુકા પૈકી 21 તાલુકાઓને અછતમુક્ત જાહેર કરાયા છે.વાવ-થરાદમાં ભારે વરસાદબનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ અને થરાદમાં ભારે વરસાદ પડ્યો છે. વાવમાં 9 ઇંચ અને થરાદમાં 7 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે બનાસકાંઠા કલેકટર સંદીપ સંગલે દ્વારા વાવ મામલતદાર ટીડીઓ સહિતની ટીમને ખડેપગે રહેવા સુચના આપવામાં આવી છે. તેમજ NDRFની પાલનપુરથી થરાદ જવા માટે રવાના થઈ છે. તો બીજી તરફ માડકા તળાવ ફાટવાના સમાચાર વહેતા થયાછે ત્યારે આ વાતને કલેકટરે અફવા ગણાવી હતી અને તળાવ માત્ર ઓવરફ્લો થયું હોવાનું જણાવ્યું હતું.ડાંગ જિલ્લામાં ભારે વરસાદઆ તરફ ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો ચારેય તરફ જ્યાં નજર કરીએ ત્યાં સુધી લીલોતરી પથરાયેલી દેખાઈ રહી છે. ડાંગની અંબિકા નદી પણ ગાંડીતૂર થઈ છે. અંબિકા નદીમાં ઘોડાપૂર આવતાં કેચમેન્ટ વિસ્તારના 25 ગામ સંપર્ક વિહોણા થયા છે. તો તંત્ર દ્વારા પણ નદી કિનારાના ગામડાઓને અલર્ટ રહેવા માટે જણાવ્યું છે.અમદાવાદમાં ધોધમાર વરસાદઅમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે. બોડકદેવ, એસ.જી.હાઇવે વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વહેલીસવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થઇ ગયો છે.ડાંગ જિલ્લા પર મેઘરાજા મહેરબાનડાંગમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઇ ઉઠ્યા છે. તો ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીના લાગણી છવાઇ છે.વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદનવસારી જિલ્લામં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આદિવાસી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

Download Our B K News Today App



Related News