બનાસકાંઠામાં ભારેથી હળવો વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-19 10:34:34
  • Views : 621
  • Modified Date : 2019-06-19 10:34:34

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવારે જુદા જુદા વિસ્તારમાં ભારેથી હળવો વરસાદ પડ્‌યો હતો. જેના
પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યાં સાંજે ચાર વાગ્યા સુધીમાં વડગામ પોણા બે ઇંચ, પાલનપુર-દાંતા એક ઇંચ સહિત અન્ય વિસ્તારોમાં અડધાથી વધુ ઇંચ વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠામાં છેલ્લાં બે દિવસથી વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જ્યાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે જિલ્લાના સરહદી
પંથક ઢીમા, વાવ, સૂઇગામમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે મંગળવારે પૂર્વ વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડ્‌યો હતો. જેના
પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાલનપુર, વડગામ, અમીરગઢ, ધાનેરા સહિતના વિસ્તારોમાં અડધાથી પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેના પગલે બાજરીનો તૈયાર પાક પલડી જતાં ખેડૂતોને ભારે નુકશાન થયું હતું.
છેલ્લાં દસ દિવસથી સમગ્ર ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલું વાયુ વાવાઝોડુ ગુજરાતના દક્ષિણ દરિયા કિનારેથી અરબી સમુદ્રમાં પહોંચી ગયું હતું. ત્યારબાદ ફરી કચ્છ તરફ પ્રયાણ કરતાં હવામાન વિભાગે ૧૭-૧૮ જૂનના બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પાડવાની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં ૧૭ જૂનના દિવસે વરસાદ પડયો નહોતો. પરંતુ આજે ૧૮મી જૂનના વહેલી સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો અને વાતાવરણ વાદળોથી ઘેરાઇ ગયું હતું. બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ છૂટો છવાયો અને જરમર વરસાદ શરૂ થઈ ગયો છે. તેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં
બપોર સુધીમાં આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો નહોતો.

Download Our B K News Today App



Related News