અંબાજીમાં ત્રીસ મીનિટમાં અંદાજે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 11:33:36
  • Views : 1115
  • Modified Date : 2019-09-06 11:33:36

આખા ગુજરાતમાં વરસાદ ૧૦૦ ટકા કરતાં વધુ થયો છે. મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે. ત્યારે  અંબાજી ધામમાં બપોરે મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો અને અંદાજે ત્રણ ઇંચ વરસાદ માત્ર ત્રીસ મીનિટમાં  ખાબક્યો હતો. જેમાં પોલીસ સ્ટેશન આગળ ઘૂંટણ સમા પાણી ભરાયાં હતા અહી મેળા માટે લાગેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને આખું અંબાજી જળ બંબાકાર થઈ ગયુ હતુ.
ગબ્બર રોડ ઉપર આવેલા વિસ્તારોમાં ઝરણા વહેતા થયા હતા અને વાતાવરણ સુંદર થઈ ગયુ હતું. ગબ્બર રોડ ઉપર પ્રથમવાર પાણીના વહેણ વહેતા થયા હતા. આજ સુધીના વરસાદમાં પ્રથમ વાર ગબ્બર પાસે પાણીના વહેણ વહેતા થયા જે જોવા લોકો ઉમટ્યાં હતા. આ સાથે દાંતા ખાતે પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.


Download Our B K News Today App



Related News