બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 17:14:47
  • Views : 971
  • Modified Date : 2020-06-13 17:14:47

બનાસકાંઠા જિલ્લામાં આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ભારે ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે આજે મોડી સાંજે ભારે વાવાઝોડા સાથે વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. 4 કલાક માં ડીસા માં 39.2 મીમી, દાંતા 10 મીમી, પાલનપુર 12 મીમી, લાખણી 20 મીમી અને વડગામ માં 23 મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઇ હતી જોકે આ વખતે ચોમાસુ નિયત સમય કરતાં વહેલા શરૂ થઇ ગયું છે. 

Download Our B K News Today App



Related News