રાજ્યના આ વિસ્તારો માટે આગામી 5 દિવસ ખુબ જ ભારે રહેશે, વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-02 12:14:00
  • Views : 1306
  • Modified Date : 2019-09-02 12:14:00

ગુજરાતમાં ભાદરવો ભારે રહેવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે. હવામાન વિભાગે હાલ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા આગામી 5 દિવસ ભારેથીથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસમાં પૂર્વ મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામશે કારણ કે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થય છે અને આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો ઉતર ગુજરાતમાં પણ 3 થી 5 સપ્ટેમ્બર ભારે વરસાદ થશે.

રાજ્યમાં ભાદરવાની શરૂઆતથી વરસાદી માહોલ સર્જાતાં રવિવારે ઉત્તર ગુજરાત, કચ્છ, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. અરવલ્લીના મોડાસામાં બે દિવસમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ 3 સપ્ટેમ્બરથી પાંચમી સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

જો કે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બરના મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ જિલ્લામાં વરસાદ પડશે. 5 સપ્ટેમ્બરે સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધીનો 95 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે. ચોમાસાની સિઝનના હજુ પણ 30 દિવસ બાકી છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. તો જળસ્તર ઉચા આવવાના કારણે કુવાઓમાં પણ નવા નીરની આવક થતા ખેડુતો ખુશ છે.

બરકાંઠામાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ, કેટલાક સ્થળોએ નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. કડીયાદરાથી વડિયાવીર જોડતો ડીપ પર પાણી ફરી વળ્યા છે. ડીપ પર પાણી ફરી વળતા લોકોને આવતા-જતા મુશ્કેલી પડી રહી છે.

Download Our B K News Today App



Related News