કલોલમાં અઢી ઈંચ વરસાદથી જળબંબાકાર, દહેગામમાં એક ઈંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 12:00:32
  • Views : 338
  • Modified Date : 2020-08-31 12:00:32

ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં બે દિવસથી જામેલા વરસાદી માહોલમાં કલોલ ખાતે અઢી ઇંચ જેટલો વરસાદ બપોર સુધીમાં પડતાં ઠેર ઠેર
જળબંબાકારની હાલાકી ભરી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે દહેગામમાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરંતુ ગાંધીનગર અને માણસામાં સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણમાં પણ માત્ર અડધાં ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગાંધીનગરમાં છેલ્લાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લોવર સિસ્ટમના કારણે ગુજરાતભરમાં વરસાદ
પડી રહ્યો છે. પરંતુ ગાંધીનગરમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણમાં પણ ઝરમર વરસાદ જ પડી રહયો છે. ગઈ રાતથી ગાંધીનગર જિલ્લામાં પડી રહેલાં વરસાદમાં ગાંધીનગર તાલુકામાં  સાંજ સુધીમાં માત્ર ૧૨ મીમી વરસાદ નોંધાયો છે. એજ રીતે માણસામાં પણ સમાન્ય વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગર જિલ્લાનાં કલોલ તાલુકામાં  સવારે ભારે વરસાદ તૂટી પડતાં ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયું હતું. કલોલમાં  સાંજ સુધીમાં ૬૦ મીમી વરસાદ નોંધાયો હતો. તો દહેગામમાં  સાંજ સુધીમાં ૩૦ મીમી વરસાદ નોંધાયો છે. જેમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકો હાલાકીમાં મૂકાયા હતાં. જો કે રવિવારની રજાનાં કારણે મોટાભાગની દુકાનો બંધ હોવાથી મુશ્કેલી પડી નહોતી.

Download Our B K News Today App



Related News