સરકાર દ્વારા ચારે હાથે અપાતી ગ્રાન્ટમાં કોન્ટ્રાકટરો દ્વારા દે ધનાધન ભ્રષ્ટાચાર ચર્ચિત ભૂંગળા ભ્રષ્ટાચારે પહેલા જ વરસાદમાં મનપાની પોલ ખોલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-18 12:01:56
  • Views : 973
  • Modified Date : 2020-07-18 12:01:56

(મહિતોષ જયસ્વાલ, ગાંધીનગર)
ગાંધીનગર મનપા દ્વારા જે પણ સ્માર્ટ સીટી અંતર્ગત પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે તેમાં પણ નિષ્ફળ ગયા છે ગાંધીનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂંગળા નાખવાના કોન્ટ્રાક્ટ માં જે શરત મુકવામાં આવી છે તે શરતોનું પાલન થયું છે કે ખરું ?
૨૫૦ કરોડ જેટલા પ્રોજેક્ટ દેનારી કંપનીની અનઆવડત તેમજ કોન્ટ્રાક્ટમાં થયેલી શરતોનોઉલ્લંઘન ના કારણે ગાંધીનગર શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી ગયા છે પાટનગર વાસીઓને અધતન સુવિધાઓ પુરી પાડવા માટે શરૂ થયેલો મહત્વકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અણઘટ આયોજનના કારણે સમસ્યાઓ વધી ગઈ છે સ્માર્ટ વોટર ડ્રેનેજ લાઈન નાખવા માટે ઠેર ઠેર ખાડા ખોડા બાદ માટીનું પુરાણ કામ કરવામાં પણ બેદરકારી રાખતા પહેલા ચોમાસામાં જ ગાંધીનગર શહેરમાં ઠેરઠેર જમીન બેસી ગઈ હતી જેમાં મોડી રાત્રે વરસાદના કારણે વાહનચાલકોને ભારે હાલાકી સર્જાઇ હતી નગરજનોની અનેક ફરિયાદ કરવા છતાં મનપાની એન્જિનિયરિંગ શાખા ફાટીને ધૂમાડે ગઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ગુરૂવારના રોજ રાત્રે નજીવા વરસાદમાં શહેરના મુખ્ય માર્ગ પર ભૂવા પડી ગયા હતા આખી કાર સમાઇ જાય તેવા ભુવા રોડ ઉપર જોવા મળ્યા હતા. યોગ્ય પુરાણ ના ભાવે ભીની થઈ ગયેલી માટી વજન આવે તો દબાઈ જતી હતી ત્યારે આવી ઘટનાઓ બને તો જવાબદારી કોની ? આવા ભુવા પડવાથી જે ખર્ચ થયો છે તે નુકસાની મનપા કે પછી ભૂંગળા નાખનાર કોન્ટ્રાક્ટર આપશે ? તે એક મોટો પ્રશ્નન છે.
સ્માર્ટ સિટીની કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર વિકાસના મોડલ માટે મોકલાવી રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સ્માર્ટ સિટી અંતર્ગત ચાર હાથે આ ગ્રાન્ટ ફાળવી રહ્યા છે જ્યારે ગાંધીનગરમાં આવા કોન્ટ્રાક્ટર દ્વારા મનપાના રૂપિયાના લાખના બાર હજાર કરી રહ્યા છે દરેક ખર્ચની ચકાસણી કરવામાં આવે તો વ્યાપક ભ્રષ્ટાચાર થયેલો છે તેવું બહાર આવે તેવું ચર્ચાઈ રહ્યું છે રૂપાણી સરકાર, સરકાર ચલાવવા ખર્ચમાં ભારે કાપ મુકી રહ્યા છે ત્યારે અહીંયા વિકાસના કામોમાં વપરાતા રૂપિયામાં દે ધનાધન ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગુજરાતના પ્રભારી એવા કૌશિક પટેલ દ્વારા પણ ચાલુ મિટિંગમાં ભડાસ કાઢી હતી અને પ્રજાના કામો કરો તે પ્રાધન્ય પહેલું આપવામાં આવ્યું હતું ત્યારે હવે મનપામાં નગરસેવકો જ કોન્ટ્રાક્ટર બની ગયા છે પણ હવે શહેરના હોદ્દેદારો ની નવી ભરતી કોન્ટ્રાક્ટરો માં આવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News