કોરોનાની મહામારી વચ્ચે પાલનપુર સામાન્ય વરસાદમાં ગંદકીમાં ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-12 11:53:10
  • Views : 468
  • Modified Date : 2020-07-12 11:53:10

   એક સમયનું ફૂલો અને અત્તરની નગરી ગણાતું પાલનપુર અત્યારે નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે ગંદકીમાં ગરકાવ થઇ ગયુ છે. નગરપાલિકાની સામે જ ગંદકી ગંદકી ખદબદી રહી છે. ત્યારે શાકમાર્કેટ રોડ પર પણ ચાલવામાં પણ લોકોને પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તા પર ગંદકી જોવા મળી રહી છે. જેમાં નગરપાલિકાની સામે જ શાક માર્કેટના વેપારીઓ દ્વારા સડેલા શાકભાજી અને ફ્રુટ નાખવામાં આવતાં ત્યાં અત્યંત દુર્ગંધ ફેલાઇ રહી છે. અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે.જેમાં આવી ગંદકીથી મચ્છરો થતા અન્ય બીમારી ફેલાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. તેમજ દિલ્હી ગેટ વિસ્તારમાં પણ જાહેર રોડ પર ગંદકીના લીધે ભુંડ ના ટોળા તેમાં ફરતા જોવા મળી રહ્યા છે.પાલિકા દ્વારા તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News