ભીલડી રતનપુરામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 11:41:57
  • Views : 367
  • Modified Date : 2020-09-04 11:41:57

ડીસા તાલુકાના ભીલડી રતનપુરામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશવાનો મેઈનગેટ અને બાજુમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી દવાખાનામાં રહેલા લોકો અને આવતા જતા દર્દીને પરેશાની વેઠવી પડી રહી છે. આજ સુધીમાં પાણીનો કોઈ પણ રીતે નિકાલ ન આવવાના કારણે આ ગંદા પાણીમાં મચ્છર જેવા બીજા જીવ-જંતુઓથી લોકો બીમાર થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. દર્દીઓનું કહેવું છે કે સરકાર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે. તેમાં -રહેલ સુવિધાઓ, લેબોરેટરી,એક્સરે, ડીલેવરી, કોરોના ટેસ્ટ અન્ય કોઈ બીમારી જેવી અહીંયા સુવિધા મળી રહે છે. સવારના ૯ થી ૧૨ અને ૪ થી ૬ નો ટાઈમ રાખવામાં આવેલ છે. ઈમરજન્સી કેસની સુવિધા અને એમ્બ્યુલન્સની સુવિધા મળી રહે છે અને દવાનો પૂરતો પુરવઠો મળી રહે છે. તેમાં રહેલ ત્રણ ડોક્ટરો અને
પાંચ નર્સ જેવા માણસો સારી રીતે કામકાજ કરી રહ્યા છે. પરંતુ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંદુ પાણી ભરાઈ જતાં દૂર દૂરથી આવતા લોકો બીમાર ના પડી જાય તેવું વિચારને પરત ફરી જાય છે. તો ખર્ચો કરીને સામૂહિક આરોગ્ય બનાવવાનો મતલબ શું ? તંત્રને વારંવાર જાણ કરવા છતાં હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ત્યારે સત્વરે આ ભરાઈ રહેલ
પાણીનો તંત્ર નિકાલ લાવે તેવી લોકો અને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News