બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 11:50:56
  • Views : 690
  • Modified Date : 2019-09-30 11:50:56

સમગ્ર ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લાં ૧૫ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. પરંતુ પાછોતરા વરસાદના કારણે ગઢ, થરાદ અને વાવ
પંથકમાં ખેડૂતોના ચોમાસુ
પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યુ છે.
એકબાજુ બાજરી, તલ અને કઠોળનો પાક ખેડૂતોને પાકી જતાં કાપણીની શરૂઆત કરી દીધી હતી. ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે તલ અને બાજરીનો પાક સંપૂર્ણ પણે નિષ્ફળ ગયો છે અને જગતના તાતને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. તો બીજીબાજુ અડદ તેમજ મગ તેમજ કઠોળના પાકને મોટુ નુકસાન થયુ છે. તો એરંડા અને જુવારના પાકને વરસાદના કારણે પાણી લાગતા પાંદડા બળી જવા પામ્યા છે અને ખેડૂતોને બિયારણનો પણ ખર્ચો ન નિકળે તેવી પરિÂસ્થતી ઉભી થઈ છે. ત્યારે જગતના તાતને જીવવુ મુશ્કેલ બની ગયુ છે. સરકાર દ્વારા ખેડૂતોની વ્યથા સાંભળી લીલો દુષ્કાળ જાહેર કરી આર્થિક સહાય કરે તેવી માંગ ઉઠી છે.
 આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેતીનું સર્વે કરી પાકનું વળતર આપે અને ખેડૂતોને જે પાકધીરણ છે એમાં મોટી રાહત આપે. જ્યારે વાવ તાલુકા કિસાન એકતા સમિતિના પ્રમુખ હાજાજી
રાજપૂતે કલેકટર અને સરકારને રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું. 

Download Our B K News Today App



Related News