ગાંધીનગરમાં બે દિવસથી સાંજે પડતાં વરસાદથી ખેડૂતો ખુશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 11:53:15
  • Views : 372
  • Modified Date : 2020-07-26 11:53:15

ગાંધીનગરમાં છેલ્લાં બે દિવસથી મોડી સાંજ પછી પડતાં વરસાદનાં કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. જ્યારે દિવસે અસહ્ય ઉકળાટ બાદ વરસતાં વરસાદથી ઠંડક છવાઈ જતાં નગરજનોએ પણ રાહત અનુભવી છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી સાંજ
પછી પડી રહેલાં વરસાદથી રાહત અનુભવાઈ રહી છે. ગઈકાલે મોડી સાંજ પછી ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. આ પછી આજે સવારથી વાતાવરણ ખુલ્લું રહ્યું હતું. જ્યારે સાંજે ૬ વાગ્યા પછી અચાનક જ સામાન્ય પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં ગાજવીજ સાથે લગભગ અડધાં કલાક સુધી વરસાદ
પડતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.
ગાંધીનગરમાં લગભગ એક અઠવાડિયા પછી બે દિવસથી
પડી રહેલાં વરસાદનાં કારણે ખેતીવાડીને જીવતદાન મળ્યું છે. આ વરસાદનાં કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. તો છેલ્લાં બે દિવસથી પડતાં વરસાદનાં કારણે નગરજનોએ પણ ઉકળાટમાં ઘણી જ રાહત અનુભવી છે.

Download Our B K News Today App



Related News