બનાસકાંઠામાં લાંબા સમય બાદ વરસાદનું આગમન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 10:50:36
  • Views : 719
  • Modified Date : 2019-07-21 10:50:36

બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ શનિવારે વરસાદનું આગમન થયું હતુ. જ્યાં
પાલનપુર તેમજ દિયોદર વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડતાં પ્રજાજનોમાં આનંદ છવાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પણ ચોમાસાની રૂતુના પ્રારંભે પડેલા વરસાદને બાદ કરતાં નોંધપાત્ર વરસાદ થયો નથી. જેનાથી ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે. છેલ્લાં પંદર દિવસથી આકાશમાંથી પુનઃ અગનગોળા વરસી રહ્યા છે. લોકો કાગનીડોળે રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં છેલ્લાં બે દિવસથી પુનઃ વાતાવરણમાં પલટો આવતાં લોકોને વરસાદની આશા બંધાઇ છે. જ્યાં શનિવારે દિયોદર પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડતાં માર્ગો ઉપર પાણી રેલાયા હતા. જોકે, પાલનપુરમાં હાઇવે વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્‌યું હતુ. જ્યારે શહેરમાં વરસાદનો એક છાંટો પણ ન પડતાં લોકોએ ભારે કુતૂહલ વ્યકત કર્યુ હતુ.

Download Our B K News Today App



Related News