ભાભરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-26 11:43:16
  • Views : 434
  • Modified Date : 2020-06-26 11:43:16

બનાસકાંઠાના ભાભર
પંથકમાં   ગુરુવારે  ધોધમાર વરસાદ  શરું થયો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોને પણ ગરમીથી રાહત અનુભવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો  છેલ્લા ઘણા સમયથી  વરસાદની  રાહ જોઇને બેઠા હતા. સતત  નુકસાન વેઠયા બાદ  ખેડૂતોએ  આ વખતે સારા વરસાદની આશા એ  પોતાના ખેતરમાં વાવેતર શરૂ કર્યું હતું. પરંતુ  મેઘરાજા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉપર  જાણે રિસાયા હોય તેમ  છેલ્લા ઘણા સમયથી  આકાશમાં  વરસાદી માહોલ  થયા બાદ  વરસાદ  વરસતો ન હતો. જેના કારણે સૌથી વધુ ચિંતા ખેડૂતોને
પોતાના પાકને લઈ થતી હતી. ત્યારે છેલ્લા બે દિવસથી  મેઘરાજાએ  જાણે  ખેડૂતોની  પ્રાર્થના સાંભળી હોય તેમ અનેક તાલુકાઓમાં સારો એવો વરસાદ  વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે. બુધવારે ધાનેરા અને થરાદમાં વરસાદ થયા બાદ આજે ગુરુવારે ભાભર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ભારે ઉકળાટ અને બફારાનો લોકોએ અનુભવ કર્યો હતો. જોકે બાદમાં મોડી સાંજે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ધોધમાર વરસાદ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતાં વાહનચાલકોને નાની મોટી તકલીફ નો સામનો કરવો
પડ્‌યો હતો. પરંતુ ભાભરમાં મેઘરાજાની પધરામણીથી  વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. આ વર્ષે ચોમાસું સારું આવે સારો વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

Download Our B K News Today App



Related News