બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદની રી-એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 11:02:21
  • Views : 522
  • Modified Date : 2019-09-22 11:02:21

બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ શનિવારે વરસાદની શરૂઆત થઈ હતી અને ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં લોકોએ બફારાથી હાંશકારો અનુભવ્યો હતો.
બનાસકાંઠામાં શનિવારે ફરી વરસાદી માહોલ જામ્યો હતો અને લાંબા વિરામ બાદ બપોરના સમયે બનાસકાંઠામાં છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો. અમીરગઢ, ઇકબાલગઢ , પાલનપુર ,ડીસા ,ધાનેરા, થરાદ ,વાવ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ
 પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં જ એકંદરે વરસાદ અન્ય જિલ્લાઓ કરતા ઓછો પડ્‌યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વરસાદ શરૂ થતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી. જ્યારે સામાન્ય વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને
નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડ્‌યો હતો. તેમજ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. પરંતુ વરસાદના કારણે ખેડૂતોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુપણ વધુ સારો વરસાદ થાય તે માટે ધરતીપુત્રો વરુણ દેવને પ્રાર્થના કરી રહ્યા છે.
વડગામ ઃ બનાસકાંઠા જિલ્લાના વડગામ પંથકમાં
બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં અષાઢી માહોલ સર્જાયો હતો. અચાનક ધોધમાર વરસાદ વરસતા થોડીવારમાં વડગામ શહેરના માર્ગો ઉપર પાણી
પાણી જોવા મળ્યું હતું. વડગામ પંથકમાં બફારા બાદ ગરમીનો પ્રકોપ રહેવા પામ્યો હતો. ભારે ગરમી અને બફારા બાદ અચાનક એકાએક આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા.બપોરના સમયે વરસાદ તુટી પડતાં લોકોને ગરમીમાં રાહત  થઇ હતી.ભાદરવાની ગરમીમાં અષાઢી માહોલ સર્જાતાં વડગામ પંથકના લોકોમાં પણ આનંદ છવાયો હતો. ગરમી અને બફારાથી લોકોમાં ઢાઢક પ્રસરી ગઇ હતી.
ધાનેરા ઃ છેલ્લાં ચાર દિવસના ભારે ઉકળાટ પછી ધાનેરામાં શનિવારે બપોરે વરસાદી માહોલ બનતા કાળા ડીબાંગ વાદળો ઉમટી પડયા હતા. ને તે જોઇને જાણે ભારે વરસાદ તુટી પડે તેવો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ  ધાનેરા શહેરમાં મેઘરાજાએ મહેર કરતા એક સરસ ઝાપટુ પડી જતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ધાનેરા જુના બસ સ્ટેન્ડ અને સરકારી હોÂસ્પટલમાં ગટરના ગંદા પાણી ભરાઇ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડયો હતો. ત્યારે બીજી તરફ ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓ કોરા ધકોર જોવા મળ્યા હતા. પરંતુ મોડી સાંજ સુધી વાદળો ઘેરાયેલા રહેતા ખેડૂતોમાં વરસાદની આશા જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News