સરસ્વતી તાલુકામાં વરીયાળીના વાવેતરની ખેતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:33:49
  • Views : 288
  • Modified Date : 2021-03-16 11:33:49

સરસ્વતી તાલુકાના ખેડૂતો દ્વારા ખેતી પાકોમાં વિવિધ પ્રકારની ખેતી જાેવા મળે છે. તેમાં વરીયાળીના વાવેતરમાં બે પ્રકારે ખેતી કરવામાં આવે છે. એક પ્રકારની ખેતીમાં ખેતરમાં પાળા કરી હાથ વડે સોપણી કરવામાં આવે છે. આ વરીયાળીના છોડ ઉપર એરંડાની જેમ માળ તૈયાર થાય ત્યારે કાપણી કરી છાંયડામાં સુકવી શકાયા પછી ખંખેરીને બોરીઓ ભરવામાં આવે છે. તેનો ભાવ ખેડૂતોને વધું મળે છે. જ્યારે બીજા  પ્રકારની ખેતીમાં મઠડી વરીયાળી તરીકે વાવેતર કરવામાં આવે છે.  તેમાં બળદો અથવા ટ્રેક્ટરની પેરણી દ્વારા વાવેતર થાય છે. વરીયાળીના છોડને થડમાંથી કાપણી કરી થ્રેસર મારફતે લેવામાં આવે છે તેનો ભાવ થોડો ઓછો મળે છે.

Download Our B K News Today App



Related News