સુરતના અનેક વિસ્તારોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-11 15:57:21
  • Views : 127
  • Modified Date : 2023-08-11 15:57:21

 સુરતના અનેક વિસ્તારોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં લાખો રૂપિયાનું બિલ એકસાથે ફટકારાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કતારગામ વિસ્તારમાં શ્રીજી સોસાયટીમાં પાણી મીટરનો વિરોધ કરાયો છે. લાખો રૂપિયાનું બિલ એકસાથે આપતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. મસમોટું બિલ એકસાથે આપી દેતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.સ્થાનિક મહિલાઓએ ડોલ, માટલા વગાડી પાણી મીટરનો વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર આડેધડ પાણીનું બિલ ફટકારે છે. તેમજ ગંદુ પાણી આવતું હોવાનો પણ આક્ષેપ છે. મહત્વનું છે કે સુરતમાં એકબાદ એક પાણી મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ મોટા વરાછા, અમરોલી, પુણા વિસ્તારમાં પણ વિરોધનો સુર ઉઠ્યો હતો. જોકે પાલિકાએ હપ્તા કરી આપવાની વાત તો કરી હતી. પરંતુ તેમાં પણ કોઈ ઉકેલ જોવા મળ્યો ન હતો. ત્યારે આ સમસ્યાનો ઉકેલ તંત્ર લાવશે કે નહિં તે જોવનું રહેશે.

Download Our B K News Today App



Related News