ડીસાની આદર્શ સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ : 1500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-29 11:31:54
  • Views : 188
  • Modified Date : 2022-03-29 11:31:54

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસની મહામારીના કારણે ખેલ મહાકુંભ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો બે વર્ષ બાદ ફરી એકવાર કોરોનાવાયરસની મહામારી ઓછી થતાની સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભ 2022ની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ ડીસા તાલુકામાં પણ ખેલ મહાકુંભ અંતર્ગત અત્યાર સુધી વિવિધ શાળાઓમાં અનેક સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવી રહી છે જેમાં રમતવીરો પણ ખેલદિલીપૂર્વક દરેક રમતોમાં ભાગ લઈ પોતાનામાં રહેલ ટેલેન્ટ બતાવી રહ્યા છે જે અંતર્ગત જીલ્લા કક્ષાની ખેલમહાકુંભ ૨૦૨૨ની સ્પધાઁ આદશઁ હાઇસ્કુલ ડીસા ખાતે યોજાઈ હતી.જેમાં ટેકવેન્ડો  કુસ્તી તથા જુડો સ્પધાઁનુ આયોજન જીલ્લા રમત ગમત કચેરી બનાસકાંઠા તથા બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ કરવામાં આવ્યુ હતું.જેમાં જીલ્લામાંથી વિવિધ શાળાના 1500થી પણ વધુ ખેલાડીયોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ સ્પધાઁને સફળ બનાવી હતી.આ સમગ્ર સ્પધાઁનુ સંચાલન હરેશભાઇ પવાયા તથા ઇશ્ર્વરભાઇ રાવળ દ્વારા કરવામાં આવ્યુ હતુ તથા સ્પધાઁ દમીંયાન ખેલાડીયોને કોઇ અન્યાય ના થાય તેમાટે ખુબ સારા નિણાઁયકો બોલાવવામાં આવ્યા હતા તથા શાળાના ટ્રસ્ટી મંડળ તથા સ્ટાફ પણ ખડે પગે રહી ખુબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી..સ્પધાઁ દમીંયાન ડીસા નગરમાંથી મહાનુભાવોને પણ બોલાવી ખેલાડીયોનો જુસ્સો વધારવામાં આવ્યો હતો તથા જીલ્લા રમત ગમત અધિકારી તથા જીલ્લા નાયબ પ્રાથમીક શિક્ષણ અધિકાર ભરતદાન ગઢવીએ ખેલાડીયોનો ઉત્સાહ વધાર્યો હતા.

Download Our B K News Today App



Related News