સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજુલામાં કરા સાથે વરસાદ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 19:04:49
  • Views : 468
  • Modified Date : 2019-05-17 19:04:49

રાજ્યમાં ઉનાળો હવે ધીમે ધીમે પૂરો થવા જઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો થતાં ભારે પવન સાથે વરસાદી ઝાંપડા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.ભાવનગર અને અમરેલી જિલ્લામાં આજે શુક્રવારે બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગરની વાત કરીએ તો વાદળ છાયા વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેથી શહેરના રસ્તાઓ ભીંજાયા હતા. અને ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો. છુટાછવાયા વરસાદથી ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. માંડરડી, આગરિયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. માંડરડી ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે છાપરા ઉડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

Download Our B K News Today App



Related News