વરસાદ વરસતા ખેડૂતોએ પૂજા કરીને વાવણી શરૂ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 18:39:59
  • Views : 1147
  • Modified Date : 2019-06-16 18:39:59

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. અનેક ખેડૂતોએ જ ભીમ અગિયારસથી જ વાવણીની શરૂઆત કરી દીધી હતી. ગીર સોમનાથના વેરાવળમાં ધરતીપુત્રોએ વાવણીનો શુભારંભ કર્યો છે. આમ, વર્ષો બાદ ભીમ અગિયારસના દિવસે વાવણીના મુહુર્ત સચવાયા છે. વાયુ વાવાઝોડાએ ધરતીપુત્રોને જળ પ્રસાદ આપીને તેમનુ મુહૂર્ત સાચવ્યું છે. વેરાવળ, તાલાલા, સુત્રાપાડામાં બે દિવસ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વાવણી લાયક વરસાદથી જગતના તાત ખુશખુશાલ જોવા મળ્યા છે. પરંપરા મુજબ વાવણી કરતા પહેલા બળદોને શણગાર કરવામાં આવી છે. આ સાથે ધરતી માતાનું પૂજન પણ કરવામાં આવે છે. આમ, પૂજા કરીને વાવણીનો શુભારંભ કરવામાં આવે છે. આમ, આજે અનેક ખેડૂતોએ પૂજા કરીને વાવણીની શરૂઆત કરી હતી. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે. 


Download Our B K News Today App



Related News