આંતરરાષ્ટ્રીય વન દિવસ કુદરતી સંપત્તિ એવા વનને બચાવવા દિન વિશેષની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 11:22:48
  • Views : 251
  • Modified Date : 2021-03-22 11:22:48

વિશ્વમાં ઘણા દેશોમાં અનેક બધા જંગલો આવેલા છે. તેનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે અનેક પ્રકારના માલ પૂરા
પાડવા માટે થાય છે. ઔષધ, ખોરાક અને અન્ય સામગ્રી આપણને જંગલમાંથી મળે છે. અત્યારે લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર જંગલને નુકશાન કરતા જાેવા મળે છે. આમ જંગલ બચાવવા અને તેની જાગૃતિ માટે વિશ્વ વનીકરણ દિનની ઉજવણી વર્ષ ૧૯૭૧ થી કરવામાં આવે છે.
યુનાઇટેડ નેશન્સ ફોર એગ્રિકલ્ચર એન્ડ ફૂડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રથમ વખત ૨૧ મી માર્ચના રોજ વર્લ્ડ ફોરેસ્ટ ડેનો વાર્ષિક કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરાયું હતું. લોકોને જાગૃત કરવા આ આયોજન નિયમિય કરાયું હતું.
જેની રવિવારે નગરમાં કેટલીક સંસ્થાઓ અને સરકારી વિભાગ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News