ડીસામાંથી નકલી વ્યંઢળ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 11:10:01
  • Views : 1998
  • Modified Date : 2021-03-23 11:10:01

ડીસામાં   સમગ્ર ગુજરાતમાથી વ્યંઢળો એકત્રિત થયા હતા અને ડીસામાં લોકો પાસેથી નાણાં ઉઘરાવી રહેલા એક શખ્સને ઝડપી પાડીને તેનું મુંડન કરાવ્યુ હતું અને લોકોને આવા વ્યંઢળોને દાન ના આપવા અપીલ કરી હતી.
કોઈ તહેવાર હોય કે શુભ પ્રસંગ... ત્યારે વ્યંઢળો તેમનો હક મેળવવા માટે આવતા હોય છે. વર્ષોથી ચાલુ આવતી આ પરંપરા મુજબ વ્યંઢળો લોકો પાસે તેમના હક સ્વરૂપે નાણાં લેતા હોય છે. ગુજરાતમાં તેમનું એક એસોસિએશન પણ બનેલું છે.  તેમના સમાજ પ્રમાણે આ એસોસિએશનમાં જે સમાવેશ થયેલા હોય તેવા વ્યંઢળોને માન્ય વ્યંઢળોનો દરજ્જાે
આપવામાં આવેલો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સતત વ્યંઢળોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને આવા વ્યંઢળની માંગણીઓ વધતી જતી રહી છે. અને ઘણીવાર તો આવા વ્યંઢળ ગેર વ્યાજબી માંગણીઓ કરવા માંડતા હોવાના લીધે અન્ય વ્યંઢળોને પણ મુશ્કેલીઓ
પડતી હોય છે. તાજેતરમાં ડીસામાં એક વ્યંઢળે અન્ય વ્યંઢળને બાંધીને માર મારતો હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. આ વિડીયો વાઇરલ થયા બાદ સોમવારે સમગ્ર ગુજરાતમાથી વ્યંઢળો એકત્રિત થયા હતા. અને વ્યંઢળને માર મારનાર શખ્સને ઝડપી પાડીને તેનું મુંડન કર્યું હતું. વ્યંઢળોને વારંવાર પરેશાન કરતાં આ શખ્સ દ્વારા વ્યંઢળોના સ્વાંગમાં લોકો પાસેથી નાણાં ખંખેરતો પણ હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી આવા શખ્સોને લોકોએ પણ નાણાં ના
આપવાની વ્યંઢળ સમાજના લોકોએ અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News