વડગામના કાલેડા ગામે શાળામાં વંદેમાતરમ્‌ ગાન ન ગવાતા વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 11:49:00
  • Views : 675
  • Modified Date : 2019-08-17 11:49:00

વડગામ તાલુકાના કાલેડા ગામમાં આવેલ એક શાળામાં ૭૩ માં સ્વાતંત્ર પર્વ દિને વંદેમાતરમ્‌ ગાન ન ગવાતા ગામના કેટલાક લોકો તેમજ એક યુવક દ્વારા એક પ્રતિષ્ઠિત વ્યક્તિના ભત્રીજા તરીકે ઓળખ આપીને પોતે ભાજપના એક ઉદેદાર હોવાનું જણાવીને શાળામાં જ ભારે ઓહાપો મચાવી મુક્યો હતો. જેનો વિડીયો વાયરલ થતાં વડગામ તાલુકામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કાલેડામાં  આવેલી અંજુમન સ્કૂલમાં ૧૫ ઓગસ્ટના દિવસે વંદે માતરમ્‌ ગાન ન ગવાતા ગામના કેટલાક લોકો તેમજ એક યુવક જે વડગામ તાલુકા યુવા ભાજપના મંત્રી હોવાનું જણાવીને સ્કૂલમાં જ ભારે ઓહાપો મચાવી મુક્યો હતો. બાદમાં આ યુવકે એક પ્રતિષ્ઠિત વ્યક્તિનો ભત્રીજો હોવાનું જણાવી સ્કૂલમાં હોબાળો મચાવ્યાનો વિડીઓ વાયરલ થતાં અનેક તર્ક વિર્તકો સર્જાયા છે.
ગામના કેટલાક લોકો ભેગા મળીને પાલનપુર દોડી જઇને જિલ્લા પંચાયત સદસ્ય સાથે એસ.પી. કચેરીએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.  આ અંગેની ફરિયાદ નોંધીને કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. ભાજપના હોદ્દેદારની ઓળખ આપનાર  યુવક દ્વારા મિડીયા ઉપર પણ આક્ષેપ કરાયા હતા અને જણાવ્યું હતું કે હુ મિડીયાને વર્ષે બે હજાર રૂપિયા આપું છું મારી એડ માટે હુ મિડીયાને અહીં બોલાવુ તો તરત જ અહીં ઉભાઉભા ફોટો પાડીને લેખ આપી દેત તેવી બડાસ મરાઇ હતી. આ તમામ બાબતે આ યુવકને ફોન કરીને પ્રતિક્રિયા જાણતા આ યુવકે હવે કશુંજ નહીં કરવા માટે રટણ કર્યું હતું અને મારી ઉપર ભારે દબાણ આવતું હોવાનું જણાવ્યું હતું. કયા મિડીયાને રૂપિયા આપો છો તે બાબતે યુવકને પુછતાં કોઇને આપતા નથી. માત્ર મેં તો એમજ એ લોકોને કહેવા પુરતું કહેતો હોવાનું જણાવીને આગળ કશું જ ન કરવા જણાવ્યું હતું. ભાજપના નામે આમ કાગનો વાઘ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઇજ્જતને પણ દાગ લગાવાય રહ્યો હોવાની તરેહ તરેહની ચર્ચાઓ તાલુકા ભરના લોકોમાં થઈ છે.


Download Our B K News Today App



Related News