વંદે ભારત ટ્રેન ને પીએમ નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

  • Published By :
  • Published Date : 2022-09-14 15:17:01
  • Views : 201
  • Modified Date : 2022-09-14 15:17:01

દેશના તમામ મોટા શહેરોને જોડતી 75 વંદેભારત એક્સપ્રેસ દોડાવાશે. રેલવે મંત્રીએ જણાવ્યું કે, વર્ષના અંત સુધીમાં દેશના તમામ મોટા શહેરોને જોડતી 75 વંદેભારત એક્સપ્રેસ દોડાવાશે.સાબરમતી ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી ખાતે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાઈ રહ્યું છે. 3.54 હેક્ટરમાં 332 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ હબમાં બ્લોક એ 9 માળની તેમજ બ્લોક બી 7 માળની એમ બે બિલ્ડિંગ સાથે બની રહ્યું છે. BRTS સ્ટેશન તેમજ સાબરમતી રેલવે સ્ટેશન જોડાશે. ​​​​​​​જેમાં બિલ્ડિંગ એમાં વિવિધ ઓફિસો તેમજ બિલ્ડિંગ બીમાં હોટલ, મોલ સહિત અન્ય સ્ટોર શરૂ કરાશે. આ હબના ત્રીજા માળ સાથે 10 મીટર પહોળા ફૂટઓવર બ્રિજથી બુલેટ ટ્રેનનો સાબરમતી સ્ટેશન જોડાશે. જ્યારે હબના બીજા માળથી 8 મીટર પહોળા ફૂટ ઓવરબ્રિજથી મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેશન તેમજ સાબરમતી રેલવે સ્ટેશન જોડાશે. રેલવે મંત્રીએ કાલુપુર સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે આ ઉપરાંત હેરિટેજ ઝુલતા મિનારાને ડેવલપમેન્ટ સાથે સાંકળી લઈ ટૂરિઝમ સ્પોટ તરીકે વિકસાવવાની પણ જાહેરાત કરી હતી. 30 સપ્ટેમ્બરે વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા સુધીનો મેટ્રો રૂટ શરૂ થઈ શકે છે. શહેરમાં મેટ્રો ફેઝ-1માં 40 કિલોમીટર રૂટમાંથી થલતેજથી થલતેજ ગામ સુધીના લગભગ એકથી દોઢ કિલોમીટરના રૂટ સિવાય લગભગ 38 કિલોમીટર રૂટનું કામ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આ રૂટનું લોકાર્પણ કરી શકે છે.

Download Our B K News Today App



Related News