વંદે ભારત ટ્રેનનો એક જ મહિનામાં ત્રીજો અકસ્માત, એન્જિનનો આગળનો ભાગ તૂટ્યો; બળદનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-29 15:59:56
  • Views : 285
  • Modified Date : 2022-10-29 15:59:56


વંદે ભારત ટ્રેનનો અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. પહેલા ભેંસ, પછી ગાય અને હવે બળદને અડફેટે લીધો છે. આજે સવારે વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે એક બળદનું અચાનક ટ્રેન વચ્ચે આવી જતાં મોત નીપજ્યું છે. અગાઉ અમદાવાદ તેમજ આણંદમાં પણ આ પ્રકારની દુર્ઘટના ઘટી હતી. આજના અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગમાં નુકસાન થયું, જેને કારણે ટ્રેન 20 મિનિટ સુધી ત્યાં ઊભી રહી હતી.



ટ્રેનની અડફેટે બળદ આવી ગયો
વલસાડના અતુલ રેલવે સ્ટેશનમાં LP ગેટ નંબર 94 પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે બળદ આવી જતાં એનું મોત થયું હતું તેમજ ટ્રેનના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું, જેથી ટ્રેન 20 મિનિટથી વધુ સમય માટે મોડી પડી હતી. આ ઘટનાની જાણ રેલવે વિભાગની ટીમને થતાં રેલવેકર્મચારીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રેનના કેટલાક રન ઓવરને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રેનને આગળની યાત્રા માટે રવાના કરવામાં આવી હતી.


મુંબઈથી અમદાવાદ તરફ જતી વંદે ભારત ટ્રેનનો વલસાડના અતુલ સ્ટેશન પાસે અકસ્માત થયો હતો. LP ગેટ નં 94 પાસે ટ્રેનની અડફેટે બળદ આવી જતાં ટ્રેનનો અકસ્માત થયો હતો. એમાં બળદનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. જ્યારે વંદે ભારત ટ્રેનના આગળના ભાગમાં નુકસાન પહોંચતાં એ અતુલ રેલવે સ્ટેશન ખાતે 20 મિનિટ ઊભી રહી હતી. ઘટના અંગે અતુલ રેલવે સ્ટેશનનના સ્ટેશન માસ્તરે તાત્કાલિક વલસાડ રેલવે વિભાગને જાણ કરી હતી, જેથી વલસાડથી ટેક્નિકલ ટીમે તાત્કાલિક અતુલ રેલવે સ્ટેશન પહોંચીને ટ્રેનને રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. એ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.


 

રખડતાં ઢોરને લઈ અકસ્માત થવાનો સિલસિલો યથાવત્
વંદે ભારત ટ્રેનને રખડતાં ઢોરને લઈ અકસ્માત થવાનો સિલસિલો સતત યથાવત્ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારે ગણતરીના દિવસોમાં જ બે વખત ટ્રેનનો અકસ્માત થયો હતો. વંદે ભારત ટ્રેન શરૂ થયાના એક મહિનામાં જ ટ્રેનનો ત્રણ વખત અકસ્માત થયો છે. 6 ઓક્ટોબરને ગુરુવારે અમદાવાદના વટવા પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અડફેટે બે ભેંસ આવી ગઈ હતી. ફુલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ બે ભેંસ આવી જતાં ટ્રેનના ચાલકે એને રોકવા પ્રયાસ કર્યો હતો, જોકે તેમ છતાં બન્ને ભેંસ ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું


Download Our B K News Today App



Related News