વનરાજાએ મૃત કાચબા સાથે કરી આવી હરકત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-27 19:13:58
  • Views : 84
  • Modified Date : 2024-06-27 19:13:58

ગુજરાતના ઘરેણા સમાન ગીરના સિંહના નોખા- અનોખા વીડિયો અવારનવાર સામે આવતા રહ્યા છે. આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમા વનરાજા મૃત કાચબા સાથે રમી રહ્યા છે. ગીરના સાવજ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા એ સમયે રસ્તામાં પડેલા મૃત કાચબા પર નજર પડી. બસ પછી તો મૃત કાચબાને જોઈને આ ડાલામથ્થાને એવુ તો કૌતુક થયુ કે તેને કાચબાને ઉલચપલચટ કરી અનેકવાર ચકાસ્યુ કે તે જીવત છે કે મરેલો છે. કાચબો મૃત્યુ પામેલો હતો પરંતુ સિંહને જાણે ખુદ પર વિશ્વાસ ન હોય અને ખાતરી કરવા માગતા હોય કે કાચબાને ઉપરનીચે કરીને તેને જગાડી રહ્યા હોય એવુ દૃશ્ય સામે આવ્યુ.કાચબાના મૃત શરીર સાથેની સિંહની આ ગડમથલ નજીક બેસેલી સિંહણ પણ ખૂબ જ ધીરજથી નિહાળી રહી હતી. આ વીડિયો દેવળિયા સફારી પાર્કનો છે. કોઈ પ્રવાસીની નજરે સિંહની હરકત સામે આવતા કેમેરામાં કેદ કરી છે. સામાન્ય રીતે સિંહ કે સિંહણ કાચબાનો શિકાર કરતા નથી પરંતુ આ વીડિયો સિંહની પ્રકૃતિથી વિપરીત છે. જો કે સિંહ કાચબાને જગાડવાનો પ્રયાસ કરતો હોય તેવુ વીડિયો પરથી લાગી રહ્યુ છે.

 

Download Our B K News Today App



Related News