આખરે તાંત્રીક જીત્યો તંત્ર હાર્યુ ડાભેલા ગામે આતંક મચાવનાર વાનર પાંજરે પુરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 11:43:45
  • Views : 641
  • Modified Date : 2019-10-22 11:43:45

અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે છેલ્લાં પાંચ દિવસથી ચાર લોકોને બચકાં ભરી ઘાયલ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગ અને તેમની રેસ્ક્યુ ટીમને હાથ તાળી આપીને ભાગી જનાર એક ચપળ વાનરે ફોરેસ્ટ વિભાગને
પડકાર ફેંક્યો હોય એમ જાણે કે તાકાત હોય તો પકડી બતાવો જેવો માહોલ સર્જાયો હતો. છેલ્લાં પાંચેક દિવસથી ડાભેલા ગામમાં એક તોફાની વાનર તેની ચપળતાને કારણે તંત્ર તેમજ ગામલોકો માટે માથાનો દુઃખાવો બની ગયો હતો અને સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. ચાર લોકોને ઘાયલ કરી હાથ ના આવતા આ વાનરને
પકડવા માટે રાજસ્થાનના ઉદયપુરથી ગામલોકોએ ફાળો કરી શબ્બીરભાઈ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને શબ્બીરભાઈ તેમની ટીમ સાથે ડાભેલા આવી પહોંચ્યા હતા. પાંજરા સાથે પહોંચેલી શબ્બીરભાઈની ટીમે ગામલોકો સાથે ચર્ચા કર્યા બાદ માત્ર એક જ રાતમાં તોફાની વાનર સહિત અન્ય બીજા છ વાનરોને પાંજરે પુરી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સહિત ગામલોકોને આક્ષર્યચકિત કરી દીધા હતા. આખરે આ પકડાયેલા વાનરોને જંગલખાતાની ટીમે બાલારામ ખાતે મોકલી રાહતનો દમ લીધો હતો.  અઢી માસ અગાઉ પણ આ જ વાનરે ગામમાં આતંક મચાવ્યો હતો. જેમાં સાતેક લોકોને બચકાં ભરી ફોરેસ્ટ વિભાગને હાથ તાળી આપી પલાયન થઈ ગયો હતો. આ બાબતે રાજસ્થાનના ઉદયપુરથી આવેલા શબ્બીરભાઈને આ બાબતે પૂછતાં જણાવ્યું હતું કે ચાર પાંચ પેઢીથી અમારો આ વાનરો પકડવાનો ધંધો છે. જે પણ ગામ કે શહેરમાં વાનરોનો ત્રાસ હોય છે ત્યાં લોકો અમારો સંપર્ક કરી અમને બોલાવે છે અને નક્કી કરેલા મહેનતાણા પ્રમાણે અમે આ કામ કરી આપીએ છીએ. વધુમાં પૂછતાં પિસ્તાળીસ  વર્ષના શબ્બીરભાઈએ આજ સુધી પાંચેક હજાર વાનરોને અલગ અલગ વિસ્તારમાંથી પકડીને પાંજરે પૂર્યાનો દાવો કર્યો હતો.

Download Our B K News Today App



Related News