વલસાડ: નેશનલ હાઇવે-48 પર રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-19 13:17:50
  • Views : 57
  • Modified Date : 2024-07-19 13:17:50

વલસાડ: નેશનલ હાઇવે-48 પર રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. આ પશુઓ અકસ્માતનો ભય તો ઉભો કરે જ છે પણ સાથે ટ્રાફિક જામ કરી વાહનચાલકોને સમય અને ઇંધણનો બગાડ પણ કરે છે.રખડતા પશુઓ પૈકી રસ્તાની વચ્ચે બેઠેલી ગાયના ટોળાના કારણે 5 જેટલા વાહનોના અકસ્માત સર્જાયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. કાર સામે ગાય આવી જતા ચાલકે અચાનક બ્રેક મારવાની ફરજ પડી હતી. કાર ચાલકે બ્રેક મારતા પાછળથી 4 જેટલી કાર એકબીજા સાથે અથડાઇ હતી. અકસ્માતમાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું.આટલેથી ન અટકતા વાહનચાલકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી. અકસ્માતનો ભોગ બનેલા વાહનચાલકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને રખડતા પશુઓની સમસસ્યા હલ કરવા માંગ કરી હતી.

 

Download Our B K News Today App



Related News