વલસાડ :પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખોરવાયો વીજપ્રવાહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-09 17:08:19
  • Views : 64
  • Modified Date : 2024-06-09 17:08:19

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના કપરાડાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સુથાળપાડા વડોલી, રાનવેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાયો છે. પવન સાથે વરસાદથી અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે.બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ,પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News