કોરોનાના વધતા કેસ વચ્ચે વલસાડ સિવિલ હોસ્પિટલ જ વેન્ટિલેટર પર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-22 15:03:01
  • Views : 68
  • Modified Date : 2023-12-22 15:03:01

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી વધતા કોરોનાના કેસથી આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયુ છે. જો કે બીજી તરફ વધતા કોરોના કેસ વચ્ચે વલસાડ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે આવી છે. સરકારે ફાળવેલા વેન્ટિલેટર ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે.વલસાડ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. સરકારે ફાળવેલા વેન્ટિલેટર ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે.વલસાડની સિવિલ હોસ્પિટલને સરકારે 235થી વધુ વેન્ટિલેટર ફાળવ્યા હતા.જો કે સિવિલ હોસ્પિટલ દ્વારા તેની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા વેરિએન્ટની દસ્તક દરમિયાન આ મોટી બેદરકારી જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News