વલસાડ શહેરમાં એક કલાકમાં 1.38 ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-20 17:38:47
  • Views : 84
  • Modified Date : 2024-06-20 17:38:47

 વલસાડ શહેરના એમ.જી.રોડ,ખત્રીવાડ,છીપવાડ, દાણાબજાર ,છીપવાડ અંડર પાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નગરપાલિકા દ્વારા કરાયેલી લાખો રૂપિયાની પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે. શહેરમાં મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાને કારણે ભરાયા પાણી હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા.ગોરવાળા ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ આવતા વીજ પોલ ધરાશાઈ થયો હતો. વીજ પોલ ધરાશાઈ થતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. વીજ પોલના વીજ વાયરો રસ્તા ઉપર પડતા ગામમાં જવાનો માર્ગ પણ બંધ થયો હતો.વલસાડ જિલ્લાના કપરાડામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. કપરાડામાં એક ઇંચ વરસાદ ખાબખ્યો હતો. ડુંગરાળ વિસ્તારમાં ઉકળાટ બાદ સારો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે.

Download Our B K News Today App



Related News