વલસાડ-નવસારી-સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રાતથી ધમધોકાર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 18:27:42
  • Views : 298
  • Modified Date : 2019-11-02 18:27:42

મહા' વાવાઝોડુ હજુ વેરાવળથી ૫૦૦ કિ.મી. દૂર અરબી સમુદ્રમાં છે અને આગામી ૨ દિવસમાં પાછુ ફંટાઈને સૌરાષ્ટ્ર - ગુજરાતના સાગરકાંઠે ટકરાય તેવી સંભાવના છે ત્યારે  'મહા' વાવાઝોડાની દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં અસર શરૂ થઈ ગયાનું જાણવા મળે છે. વલસાડ પંથકના જાણીતા પત્રકાર કાર્તિક બાવીશીનો સંપર્ક સાધતા તેમણે અકિલાને અકિલા જણાવેલ કે વલસાડ - શહેર - જિલ્લામાં ગઈસાંજથી વરસાદ શરૂ થયો છે.  આજે સવારે ૪ થી ૬ વચ્ચે જાણે ચોમાસુ જામ્યુ હોય તેવો  જોરદાર વરસાદ હતો. સવાર આ લખાય છે ત્યારે ૧૦ વાગ્યે પણ ચાલુ છે. લગભગ ૧૨ કલાકથી ધીમો - ભારે વરસાદ ચાલુ રહ્યો છે. સુરત - નવસારી પંથકમાં પણ વરસાદ હોવાના વાવડ મળે છે. ગઈ મોડી રાત પછી જોરદાર ઝાપટા પડ્યા હતા અને સવારથી ધીમી ધારે સતત વરસાદ ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના  વિસ્તારોમાં ગઈ મોડી સાંજથી વાદળો છવાઈ ગયા છે. વલસાડ પંથકમાં ડાંગરના પાકને ભારે નુકશાન વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદ, તોફાની પવન, વાવાઝોડાની  સ્થિતિ અને વાદળાઓની રમઝટના પગલે ડાંગર - ચોખાના ઉભા પાકને મોટુ નુકશાન થયાનું જણાવે છે

Download Our B K News Today App



Related News